મોરબીમાં ગાડી ધીમે ચલાવવાનુ કહેતા યુવક સહિત બે વ્યકિતને માર પડ્યો: પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી નવલખી બાયપાસ રોડ પર ભગવતી હોલ નજીક કૈલાસ પાર્ક સોસાયટીમાં આરોપીઓ નંબર વગરની ગાડી લઈને નીકળતા યુવકે આરોપીઓને ગાડી ધીરે ચલાવવાનુ કહેતા સારૂં નહીં લાગતા યુવક અને તેના સથીને આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી બાયપાસ રોડ પર ભગવતી હોલ નજીક કૈલાસ પાર્ક સોસાયટીમાં રહેતા મનોજભાઇ ભીખાભાઈ કલોલા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા પાંચ ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ મારૂતી સ્ફીટ ફોર વ્હિલ કાર નંબર વગરની ગાડી લઇને નીકળતા ફરીયાદીએ આરોપીઓને ગાડી ધીરે ચાલાવવાનુ કહેતા સારૂ નહીં લાગતા આરોપીઓ કીયા સેલ્ટોસ ગાડી જી.જે-૧૮-ઇ.સી- ૦૦૨૭ લઇ આવતા ફરીયાદી તથા સાથી મહેશભાઇને સાથે આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.