Tuesday, April 30, 2024

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી રવાપર રોડ પર ક્રિષ્ના સ્કુલની પાછળ ગ્રાઉન્ડ પાસે ઓનલાઇન આઇપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ પર ક્રિષ્ના સ્કુલની પાછળ ગ્રાઉન્ડ પાસે ઓનલાઈન ક્રિકેટ ગુરૂ એપ્લીકેશનમા RR- KKR વચ્ચેની આઇ.પી.એલ- ૨૦૨૪ ની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો આરોપી જયદીપભાઈ મહેશભાઈ લો (ઉ.વ‌. ૨૯) રહે. રવાપર ગામ રામજી મંદિર પાસે મોરબીવાળાને રોકડા રૂ.૧૧૦૦/-તથા ઓપો કંપની A59 5G એન્ડ્રોઇડ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૧૧,૧૦૦૦/-ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ કલ્પેશભાઇ રહે. રાજકોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર