મોરબીમા દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે પોરબંદર જેલ હવાલે કરાયો
મોરબી: મોરબીમા ઇગ્લીશદારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી પોરબંદર જેલ હવાલે કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર ઇંગ્લીશદારૂના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે. મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી હાલ રહે. મોરબી શકતશનાળા નીતીનનગર વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી પોરબંદર જેલ હવાલે કરવામાં આવેલ છે.