મોરબીમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર શેરીમાં જાહેરમાં રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર શેરીમાં જાહેરમાં રોડ પરથી આરોપી ગુલામહુશેનભાઈ અલિભાઈ કટીયા (ઉ.વ.૫૦) રહે. પ્રાથમિક શાળા સામે ત્રાજપર ખારી મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૨૮૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.