મોરબીમાં પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનુ મોત
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિગુણ બિઝનેસ સામે આવેલ લેટેસ બિઝનેસ સેન્ટરની બાંધકામ વાળી સાઇડ પર ઈલેક્ટ્રીશીનનુ કામ કરતી વખતે પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઇ અરજણભાઇ આદ્રોજા ઉ.વ.૩૭ રહે. મહેન્દ્રનગર ગામ સિદ્ધિ વિનાયક સોસાયટી સિદ્ધિ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૪ મોરબી-૨ વાળા ગત તા. ૨૮-૧૨-૨૦૨૩ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરીગુણ બિઝનેસ સામે આવેલ લેટેસ બિઝનેસ સેન્ટરની બાંધકામ વાળી સાઇડ પર ઇલેક્ટ્રીશીનનુ કામ કરતા હોય તે વખતે અગમ્ય કારણોસર પહેલા માળેથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.