મોરબીમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મોરબી: સંત શિરોમણી જલારામ બાપની જન્મજયંતિની નિમિતે જીવના જોખમે કામ કરી રાત દિવસ જોયા વગર નિયમિત વીજ પુરવઠો પૂરો પડતા વીજ કર્મીઓના હસ્તે કેક કટિંગ કરાવી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જલારામ પ્રાર્થના મંદિર ખાતે 224મી જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાના દર્શન કરવા મોટી સંખ્યામાં જ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આ અન્નકૂટ દર્શન, પ્રભાતફેરી, ધુન ભજન સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો.અને આખા મંદિરને લાઈટ અને ફૂલો દ્વારા સુશોભિત કરવામાં આવ્યુ હતું તો સાંજે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોહાણા સમાજના લોકો જોડાયા હતા તો સાથો સાથ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિત મોરબીજનો જોડાયા હતા.