મોરબીમાં ચાલતી બેફામ ખનીજ ચોરી અટકાવવામાં મોરબી ખાણખનીજ વિભાગ વામણું પુરવાર થઈ રહ્યું છે
મોરબીનાં રાજપર ગામે રાજપર થી ચાચાપર જવાના રોડ ની બંને સાઈડમાં આવતા તળાવમાં હાલ કેટલાય સમયથી બે રોક ટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેમાં હિટાચી મશીનો ની મદદ થી તળાવમાંથી માટી કાઢીને ડમ્પરો ભરી ભરીને ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.
જો સ્થાનિક સૂત્રોનું માનીએ તો આ ખનીજ ચોરી કોઈ મોટી રાજકીય વગના ઓઠા હેઠળ કરવામાં આવી રહી છે જેથી ખનીજ માફીયાઓ આ જગ્યા પરથી રોજ ઘણા ડમ્પરો ભરીને ભરીને ખનીજ ચોરી કરી ને લાખો રૂપિયા રળી રહ્યાં છે અને સરકારની તેજુરી ને નુકશાન કરી રહ્યા છે
આમતો આખા મોરબી જિલ્લામાં ઘણી ખરી જગ્યા પર ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે પણ ખાણખનીજ વિભાગ ક્યારેક ક્યારેક નાની માછલી પકડી લઇ અને વાહ વાહી કરી રહી છે અને મોટા મગર મચ્છો પર કોઈ કાર્યવાહી કરતું નથી કેમ કે કદાચ ત્યાં ઉપર ની મલાઈ વધુ આવતી હશે અથવા કોઈ રાજકીય દબાણ આવતું હશે.
આજ પ્રકારે મોરબીનાં રાજપર ગામે મુખ્ય રોડ પર આવેલા તળાવ માંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જોઈએ આ સમાચાર બાદ ખાણખનીજ વિભાગ ખનીજ ચોરી બંધ કરાવી શકશે કે પછી આ ખનીજ ચોરી બે રોક ટોક ચાલુ રહશે

