મોરબીમાં ઓનલાઇન કુર્તીનો ઓર્ડર આપવો યુવકને પડ્યો ભારે; 15 હજાર ગુમાવ્યા
મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી બાબતે વાત કરી કુર્તીના ભાવ નક્કી કરીને યુવકે ૧૦૦ કુર્તીનો ઓડર આપી આરોપીના સ્કેનરમા ઓનલાઇન પેમેન્ટ કરી આરોપીઓએ યુવકને ઓર્ડર મુજબ કુર્તી ન મોકલી રૂ. 15000 ની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (ઉ.વ.૩૧) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી TREAD INDIA.COM ઓંનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તિ ઓનલાઇન ખરીદી કરવા માટે સર્ચ કરતા આરોપીએ વોટસઅપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે ફરીયાદી સાથે કુર્તિ ખરીદી બાબતે વાતચીત કરી એક કુર્તી ના 150 રૂપીયા ભાવ નક્કી કરી ફરીયાદીએ કુલ 100 કુર્તીનો ઓડર લખાવતા આરોપીએ સ્કેનર મોકલી 15000/- રૂપીયા ઓનલાઇન એડવાન્સ પેમેન્ટ ફરીયાદી પાસેથી નખાવી લઇ ફરીયાદીએ આપેલ ઓડર મુજબની કુર્તિઓ નહી મોકલી પાર્સલમા એક જુનુ ફોર્મલ પેન્ટ મોકલી ફરીયાદી સાથે છેતરપીંડી કરી 15000/- રૂપીયા પડાવી લીધા હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.