પાડોસી બાખડયા: મોરબીમાં રહેતા પરીવારને ચાર પાડોસી શખ્સોએ ધોકા ફટકાર્યા
મોરબી: મોરબી કંડલા બાયપાસ રોડ પર કામધેનુ સામે ડીવાઇન પાર્કમાં યુવકની માતાને આરોપીની માતાએ ચપલ હાથમાં લઈને ચાલો પાર્કિંગ બગડે છે જે બાબતે મહિલાઓમા ઝઘડો થયેલો જેથી યુવક તથા સાહેદોને આરોપીઓએ વાતચીત કરવા માટે છત પર બોલાવી યુવક તથા સાહેદને આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી તેમજ યુવકને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ પર કામધેનુ સામે ડીવાઇન પાર્ક સત્ય -બી એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧મા રહેતા નરેન્દ્રભાઇ છગનભાઇ પાંચોટીયા (ઉ.વ.૪૨) એ આરોપી મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કારૂભાઈ વિરમગામા રહે. સત્ય બી એપાર્ટમેન્ટ કંડલા બાયપાસ ડીવાયન પાર્ક મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બપોરના બારેક વાગ્યાના અરસામા ફરીયાદીના માતા સવિતાબેન એપાર્ટમેન્ટના પાર્કીંગમા ચાલીને જતા હતા ત્યારે આરોપી વિશાલભાઈ ઘોડાસરાના માતાએ કહેલ કે, ચંપલ હાથમા લઈને ચાલો પાર્કીંગ બગડે છે તેમ કહેતા બોલાચાલી થયેલ હોય જે બાબતે વાતચીત કરવા ફરીયાદી તથા સાહેદ સવિતાબેન તથા શોભનાબેનને આરોપીઓએ ફોન કરી વાતચીત કરવા માટે એપાર્ટમેન્ટના છત પર બોલાવી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.