મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ અશોક પાન પાસે રહેતા આરોપી હિતેશભાઈ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા (ઉ.વ.૩૬) એ મોરબીના વસંત પ્લોટમાં પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૨૨૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.