મોરબીમાં સાસુ પર જમાઈ સહિત ત્રણ શખ્સોએ કર્યો લોખંડના પાઇપ વડે હુમલો
મોરબી: મોરબીમાં દિકરીને તેના સાસરેથી ઘરે તેડી લાવતા જમાઈને સારૂ નહી લાગતા જમાઈ સહિત ત્રણ શખ્સોએ સાસુ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ રાજકોટ મોરબી હાઈવે પર શનાળા ગામે સી.એન.જી. પેટ્રોલપંપ પાસે રહેતા મંગુબેન કાળુભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) એ આરોપી સાગરભાઈ બહાદુરભાઈ માથાહુડીયા તથા નાગજીભાઈ બહાદુરભાઈ માથાહુડીયા અને વિજય કોળી રહે. ત્રણે આમ્રપાલી ફાટક રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યે ફરીયાદી તેની દિકરીને તેના સાસરેથી ઘરે તેડી લાવતાં આરોપી સાગરભાઇ (જમાઇ)ને સારૂ નહી લાગતા ફરીયાદીના ઘર પાસે જઇ આરોપી સાગરભાઈએ ફરીયાદીને ગાળો આપી માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરી તથા આરોપી નાગજીભાઈ તથા વિજયએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મુઢમાર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી જેથી ભોગ બનનાર મંગુબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪, ૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.