મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે યોજાશે આ સમૂહલગ્નમાં ૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્નની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી પંડ્યા દ્વારા કરાવવામાં આવશે.
આ સમૂહલગ્નનો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની આવક માંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓ હને નોટબુક, પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી તસ્કરો અલગ અલગ ચાંદીની ફેણો તથા છતર મળી કુલ કિં રૂ. ૮૦,૦૦૦ જેટલા મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...
૭૦ વર્ષના મહિલાને મેનિન્જિઓમા સ્પાઇન ટ્યુમર હતું.
મેનિન્જિઓમા એક પ્રકારની ગાંઠ છે જે મગજ અને કરોડરજ્જુની આસપાસના રક્ષણાત્મક પટલમાંથી ઉદ્દભવે છે. સ્પાઇનલ મેનિન્જિઓમા એ કરોડરજ્જુની નળીમાં વધતી ગાંઠ છે.
મેનિન્જિઓમા સામાન્ય રીતે સૌમ્ય (કેન્સરયુક્ત નહીં) હોય છે અને ધીમે ધીમે વધે છે. તે કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ મધ્યમ વય...