Saturday, May 4, 2024

મોરબીમાં ઉંચુ વ્યાજ વસુલનાર ત્રણ વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીમાં યુવકે ત્રણ વ્યાજખોર પાસેદી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં ધીરી યુવક પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા ઉઘરાણી કરી આરોપીઓએ વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ મીલીનિયમ હાઇટસ બ્લોક નં -૩૦૧ માં રહેતા ઉતમભાઈ શૈલેષભાઈ દેથરીયા (ઉ.વ.૨૩) એ આરોપી રણજીતભાઇ જશુભાઇ રબારી રહે. જોધપર નદી તા. મોરબી, કિશનભાઇ મહેશભાઈ અજાણા રહે. મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડ તથા નયન ઉર્ફે નાનુ રબારી રહે. મોરબી શકત શનાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે છ માસથી આજદીન સુધી અલગ અલગ સમયે ફરીયાદીને ત્રણે આરોપીઓએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક રૂપીયા ઉઘરાણી કરી આરોપી રણજીતભાઇએ એક સોનાનો સેટ તેમજ આરોપી કિશનભાઇએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક સોનાની ઘડીયાળ તથા બે સોનાની ડાયમંડ વીટી તથા એક સોનાનો બ્રેસલેટ તથા રાજકોટ નાગરીક બેન્કની ચેક બુક તથા લખાણ લખાવી લઇ આરોપીઓએ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર ઉતમભાઈએ આરોપી વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર