મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી દલવાડી સર્કલ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી દલવાડી સર્કલ પાસે રોડ પરથી આરોપી રાહુલભાઈ વાછાભાઈ ગમારા (ઉ.વ.૨૪) તથા રોહિતભાઈ બચુભાઈ ડાંગર રહે. બંને ગામ લતીપર તા. ધ્રોલ જી. જામનગરવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સેન્ટ્રો કાર રજીસ્ટર નંબર – GJ-01–HM-3104 જેની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ વાળીમા ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ વાળી રાખી હેરાફેરી કરતા કુલ રૂ. ૧,૦૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.