મોરબી: મોરબીના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર) એપ્રિલ 2024 સુધી રોજ રાત્રે 8:30 વાગ્યાથી સન સીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર ઘુનડા રોડ ખાતે કરવામાં આવેલ છે.
જેના વક્તા પદે પૂજ્ય સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી (સરધાર વાળા) વ્યાસાસને બિરાજી કથા રસપાન કરાવશે તો બહોળી સંખ્યામાં તમામ હરિભક્તોને કથા વાર્તાનો લાભ લેવા પરિવાર તેમજ મિત્ર મંડળ સહિત પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
માળીયા મીંયાણાના વાડા વિસ્તારમાંથી આરોપી જાકીર અકબર માલાણીની દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશીદારૂ લીટર ૫૭૦ કિં.રૂ.૧,૧૪,૦૦૦/- તથા આથો લીટર ૩૦૦૦ કિં.રૂ. ૭૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૮૯,૦૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ માળીયા મીંયાણા વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને...
સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ - ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલષચંદ્ર...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ, નીતિઓ અને અધિકારો અંગે માહિતગાર કરવો તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન...