મોરબીના ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમતા છ મહિલા સહિત દશ ઝડપાયા
મોરબી ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે રહેણાક મકાનમાં જુગાર રમતા છ મહિલા સહિત દશ ઈસમોને રોકડા રૂપીયા રૂ.૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, મોરબી ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે રહેતા કિશોરભાઇ બાબુભાઇ વાઘાણી પોતાના કબજા ભોગવટા વાળા મકાનમા બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળા સ્થળે રેઇડ કરતા કુલ-૧૦ ઈસમો કિશોરભાઇ બાબુભાઇ ઉર્ફે બાલાભાઇ વાધાણી રહે. ભડીયાદ રોડ સાયન્સ કોલેજની સામે મોરબી, વિજયભાઇ રાજેશભાઇ પરમાર રહે. નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે મેલડીમાતાના મંદિર પાસે મોરબી, જયેશભાઇ જગદીશભાઇ પીપડીયા રહે. ભડીયાદ કાંટા પાસે શ્રીરામ કારખાના ની રૂમમાં મોરબી, હાર્દીકભાઇ જગદીશભાઇ સવાડીયા (ઉ.વ. ૨૧) રહે. ભડીયાદકાંટા પાસે વિધાનગર મોરબી, પ્રીતિબેન અનિલભાઇ મહેશભાઈ જંજવાડીયા (ઉ.વ.૧૯) રહે. ભડીયાદ રોડ કોલેજ સામે મોરબી, જ્યોતીબેન મુન્નાભાઈ ડોડીયા રહે. મોરબી દરબારગઢ નાગનાથ શેરી મોરબી, મંજુલાબેન મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) રહે. મોરબી દરબારગઢ નાગના થશેરી મોરબી, દામીનીબેન અક્ષરાજ જ ધવેશા રહે. મોરબી દરબારગઢ નાગનાથશેરી મોરબી, નિમુબેન મહેશભાઇ જંજવાડીયા રહે. મોરબી ભડીયાદ રોડ કોલેજ સામે તા.જી. મોરબી, રંજનબેન રાજેશભાઇ પરમારરહે. નજરબાગ ખીજડાવાળા મેલડીમાતાના મંદિર પાસે મોરબીવાળાને રોકડા રૂ. ૨૧,૬૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.
