મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટરે બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના બરવાળા ગામે આરોપી કરશનભાઇ પાલાભાઇ પરમારના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો કરશનભાઇ પાલાભાઇ પરમાર, શામજીભાઇ કરશનભાઇ પરમાર, ગોપાલભાઇ ઘેલાભાઇ દેલવાણીયા,ફોજીભાઇ જીણાભાઇ દેલવાણીયા, ધરમભાઇ જયરામભાઇ દેલવાણીયા, દુર્ગેશભાઇ શિવાભાઇ દેલવાણીયા, સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા રહે તમામ બરવાળા તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ.૪૦,૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.