મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિક કારખાનામાં દારૂ પીને છત પરથી પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દેવાભાઈ રસીકભાઈ ગોવાણી (ઉ.વ.૨૭) બેલા ગામની સીમમા આવેલ એડ્રોડ સીરામીક તા.જી.મોરબી વાળો એડ્રોડ સીરામીકની છત ઉપર દારુ પી ને ચઢેલ અને છત પરથી પડી જતા સારવારમા ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








