મોરબીના ભડીયાદ ગામે જુગાર રમતા ત્રણ મહીલા સહીત છ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામના ઢોરા પાસે રામાપીરના મંદિર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામના ઢોરા પાસે રામાપીરના મંદિર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત છ ઈસમો ઈકબાલભાઈ ગનીભાઈ સૈયદ ઉ.વ.-૩૪, કારૂભાઈ ટપુભાઈ સાદરીયા ઉ.વ.-૪૫, યોગેશભાઈ ગાંડુભાઈ ઇટોદરા જાતે કોળી ઉ.વ.-૨૧, ગીતાબેન કારૂભાઈ ટપુભાઈ સાદરીયા ઉ.વ.-૩૫, રીટાબેન અશોકભાઈ માનેવાડીયા ઉ.વ.-૨૦, મુસ્કાનબેન ઈકબાલભાઈ સૈયદ ઉ.વ.-૨૦ રહે. બધા ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૪૬,૦૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.