Tuesday, May 13, 2025

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એલપીજી વપરાશના પગલાં અંગે સલામતી વિષયક સેમીનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એસો. ના કારખાનેદારો માટે ઓદ્યોગિક સલામતી વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ તા. ૨૦/ ૦૭/૨૦૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ શ્રી એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ. તે ઉપરાંત, મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં LPG ગેસનો વપરાશ થતો હોઈ, તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી. 

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખઓ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, પુર્વ પ્રમુખઓ મુકેશભાઇ ઉઘરેજા નિલેષભાઇ જેતપરિયા, કિશોરભાઇ ભાલોડીયા તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારી પી.એમ. કલસરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર