આગામી તા.03.09.22 ના રોજ લાલબાગથી જિલ્લા સેવાસદન સુધીની મહારેલીમાં તમામ શિક્ષકો અને તમામ કર્મચારીઓને જોડાવવા શૈક્ષિક મહાસંઘ દ્વારા અપીલ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા માં જિલ્લાના અને તાલુકા દરેક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અંતર્ગત શિક્ષકનો પ્રાણ એવો પ્રશ્ન જુની પેન્શન યોજના લાગુ કરવા માટે અને સાતમા પગાર પંચ મુજબ ભથાઓ આપવા માટે પ્રશ્નોની આજરોજ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી.
મિટિંગની શરૂઆત સૌ પ્રથમ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્રથી કરવામાં આવી , ત્યારબાદ મોરબી જિલ્લાના મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા મીટીંગની અંતર્ગત મહત્વમાં મુદ્દાઓની ઝાંખી આપવામાં આવી અને મોરબી જિલ્લાના દરેક તાલુકાના અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા આવનારી જિલ્લા કર્મચારી મહા મંડળે આપેલી રેલીનું આયોજન કેવી રીતના કરવું અને તેના મંતવ્યો રજૂ કર્યા . દરેક કાર્યકર્તાઓએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા અને કાર્યક્રમને સફળ કેવી રીતે બનાવો?તે મુદ્દાઓની ગહન ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દરેક કાર્યકર્તાઓને આ રેલીમાં દરેક સ્કૂલ સુધી પહોંચી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોને જોડવા માટે આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના બેનરો બનાવી અને બેનરો સાથે રેલીની અંદર દરેક શિક્ષકોને જોડવાનું છે તે દરેક તાલુકાના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ મીટીંગને આગળ વધારવા માટે જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, સંગઠનની ગરિમા શું છે? તેનું મહત્વ આપવામાં આવ્યું અને સંગઠન કઈ રીતે કામ કરે છે તેની ઝાંખી આપવામાં આવી, ત્યારબાદ મીટીંગનો દોર મોરબી જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા આગામી ૦૩/૦૯/૨૦૨૨ તારીખના રોજ રેલીનું આયોજન કેવી રીતના કરવું તેની રૂપરેખા રજૂ કરી અને કલ્યાણ મંત દ્વારા મીટીંગ ની પૂર્ણ કરી જે હિતેશભાઈ પાંચોટિયા જિલ્લા પ્રચાર મંત્રી દ્વારા જણાવવામાં આવે છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...