મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ઘુંટુ ગામે શ્રી ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો-૧માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં ઘુંટુ ગામના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા તથા ઘુંટુ ગામના સદસ્યો તથા યુવા નેતા મિલનભાઈ સોરીયા તેમજ ઘુંટુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...