મોરબીના જુના નાગડાવાસ ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયે મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયે મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ પરથી આરોપી સેતાનારામ મંગલરામ ભાદુ (ઉ.વ.૨૪) રહે. સમરતલ ભાદુ હોટલ, રામપર ગામના પાટીયા તા જી. મોરબી મુળ રહે રાજસ્થાન વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઈસમને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.