મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ પર વોકળા પાસે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ પર વોકળા પાસે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા ઉ.વ.૭૯ રહે. મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ, વિજયભાઇ બધાભાઇ અજાણા ઉ.વ.૫૦ રહે.મોરબી શકતશનાળા રાજપર રોડ ધર્મનગર, હનીફભાઇ સુમાલભાઇ ચાનીયા ઉ.વ.૫૭ રહે. મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલની પાસે, ઇશ્વરલાલ છગનલાલ ઇન્દરીયા, ઉ.વ.૬૬ રહે.મોરબી ગ્રીનચોક હનુમાનશેરી, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી ઉ.વ.૫૪ રહે. મોરબી લખધીરવાસ ભોયવાળો, ઇકબાલભાઇ હુશેનભાઇ કટીયા ઉ.વ.૫૫ રહે.મોરબી વજેપર શેરીનં.૧૪, ઇમરાનભાઇ વલીમામદભાઇ કાશમાણી ઉ.વ.૪૪ રહે. પખાલીશેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૬૦૦ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.