મોરબી: મોરબીના ખાખરાળા ગામે ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના ખાખરાળા ગામે રહેતા સોમાભાઇ પ્રભુભાઇ કુરીયા (ઉ.વ. ૪૨)એ ગત તા.૨૩-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ખેવારીયાના માર્ગે ખાખરાળા ગામની સીમમાં કોઈપણ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
