Monday, August 18, 2025

મોરબીના લખધીરપુર ગામે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. ૭૨/૧ પૈ ૧માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા આશરે ૧ વિઘાની ઉપરની સરકારી નવા ગામતળની જમીનામાં દબાણ કરેલ જે જમીન ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ હતી.

જેમાં આજે તાલુકા પંચાયત કચેરી તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરેલ જેમાં દબાણ કર્તા સ્વૈચ્છીક દબાણ ન હટાવતા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી .

આ કિમગીરીમા સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઈ પરમાર, ઉપસરપંચ વિનોદભાઈ ખોડાભાઈ અજાણા, સભ્ય હંસાબેન ભગવાનજીભાઈ પરમાર, તલાટી કમ મંત્રી હેતલબેન એ. ગોહેલ, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, વિસ્તરણ અધિકારી સી.એમ. ભોરણીયા વિસ્તરણ અધિકારી એચ.ડી.રામાનુજ, સીનીયર ક્લાર્ક ડી.સી. દેત્રોજા તથા જિલ્લા પંચાયત કચેરીના લિગલ એડવાઇઝર સંજય નરોલા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ વિજયસિંહ મહેશભાઈ, જનકભાઈ વલ્લભભાઇ, તેજલબેન વજાભાઇ સ્થળ ઉપર હાજર રહ્યા હતા તેમજ ઉપરોક્ત દબાણ હટાવવાની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી (IAS)ના માર્ગદર્શન હેઠળ પુર્ણ કરેલ.

ઉલ્લેખનીય છે કે આશરે ૧ વિઘા વધારે ગામતળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ જે જગ્યાએ ટુંક સમયમાં ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર