મોરબીના લાલપર ગામે રીક્ષામાં રાખેલ ઈંગ્લીશ દારૂની 14 બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામ નાઈસ સિરામિક વાળા રસ્તે રીક્ષામાં રાખેલ ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલો સાથે એક બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નાઈસ સિરામિક વાળા રસ્તે આરોપી ગોપાલભાઇ ધીરૂભાઇ અદગામા ઉ.વ.૨૪, રહે. ત્રાજપર, તા.જી.મોરબી, તથા કરણ ગોરધનભાઇ સનુરા ઉ.વ.૧૯, રહે. સર્કિટ હાઉસ સામે, ભારતનગર, મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર -GJ-36-U-6009 કિં રૂ. ૫૦,૦૦૦ વાળિમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪ કિં. રૂ. ૧૫૦૦૦ મળિ કુલ કિં રૂ. ૭૨૨૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.