મોરબીના લાલપર ગામે જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળાની બાજુમાં એકતા સોસાયટીમાં શેરી એ-૧મા તીનપત્તીનો વડે જુગાર રમતા આઠ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળાની બાજુમાં એકતા સોસાયટીમાં શેરી એ-૧મા તીનપત્તીનો વડે જુગાર રમતા આઠ ઈસમો બાબુભાઇ પોપટભાઇ ગેડીયા રહે લાલપર ગામ રાધે હોટલ પાછળ રમેશભાઇ પટેલના મકાનમાં ભાડે તા.જી.મોરબી, રાહુલભાઇ ધીરજભાઇ લખતરીયા રહે હાલ લાલપરગામ તાલુકા શાળાની બાજુમાં સરદાર સ્ટેડીયમની સામે તા. જી.મોરબી, રવિભાઇ ધીરજલાલ લખતરીયા રહે હાલ લાલપરગામ તાલુકા શાળાની બાજુમાં સરદાર સ્ટેડીયમની સામે તા.જી.મોરબી, જીલભાઇ મફતલાલ પટેલ રહે હાલ શોભેશ્ર્વર રોડ વાણીયા સો.સા. બ્લોક નંબર ૮૯ મોરબી-૨, માનસીંગભાઇ ગાંડુંભાઇ કાલરીયા રહે મોટી મોરડી ગામ તા.ચોટીલા જી.સુરસન્દ્રનગર, અસરફભાઇ ઉર્ફે રઘુ લાલખાન ખાન રહે હાલ સીરામીક સીટી પાછળ એમ ટાઇલ્સ કારખાનામાં તા.જી.મોરબી, રાહુલભાઇ બાબુલાલ ચૈાહાણ રહે વરમોરા સીરામીક કારખાનાપાસે વીસ નાલા ઢુંવા તા.વાંકાનેર, ગુરુમુખસિંગ ચિમનસિંગ સિંગ રહે હાલ જુના ઢુંવા પતરાવાળી શેરી તા.વાંકાનેર જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૬૪૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.