મોરબીના લાલપર ગામે મોઢા પર બોથડ પદાર્થ મારી યુવકની હત્યા
મોરબી: મોરબીના જુદા જુદા વિસ્તારોમાં રખડી અને કાગળ વિણવાનુ કામ કરતો યુવક મોરબીના લાલપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ બાવળની ઝાડીમાં હશે ત્યારે યુવકના મોઢા ઉપર બોથડ પદાર્થથી માર મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈએ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ અરવલ્લીના માલપુર, મસાદર, ઝુખડી ફળીયુ પોસ્ટ -આંબલીયામા રહેતા કનુભાઈ સુરમાભાઈ ખાટ (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ કોઈપણ વખતે ફરીયાદીના કુટુબીક ભાઇ બાબુભાઇ ઉર્ફે બાલુ નાનાભાઇ ખાંટ ઠાકોર ઉંમર આશરે ૨૫ વર્ષ રહે. મસાદરા, તા.માલપુર જી.અરવલ્લી વાળો મોરબી બાજુ જુદા-જુદા કારખાના જેવા વિસ્તારમાં રખડતો-ભટકતો હોય અને કાગળ વિણવાનુ કામ કરતો હોય તેને ગત તા.૧૨/૧૦/૨૦૨૩ ના રાત્રીના સાડા આઠેક વાગ્યા પહેલા કોઇપણ વખતે મોરબી તાલુકાના લાલપર ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાછળ, બાવળની ઝાડીમાં હશે, ત્યારે કોઇ અજાણ્યા માણસએ બાબુભાઇ ઉર્ફે બાલુ ના મોઢામાં જમણી બાજુ તથા કપાળ તથા નેણ ઉપર બોથર્ડ પદાર્થ થી માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી, ખુન કરી આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ કનુભાઈએ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.