મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ પાછળ જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ પાછળ શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ પાછળ શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અમરશીભાઈ મેપાભાઈ પઠાણ, હેમરાજભાઈ મોહનભાઈ વાઘેલા રહે બંને મોરબી નવલખી રોડ લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ પાછળ તથા વિજયભાઈ મનુભાઈ રાઠોડ રહે. મોરબી જેલ રોડ વાલ્મીકિવાસ મોરબીવાળાને રોકડ રકમ રૂ ૫૧૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.