મોરબીના નીંચી માંડલ ગામેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવતી મોરબી તાલુકા પોલીસ
મોરબી: મોરબી તાલુકા નીંચી માંડલ ગામ ખાતેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવી માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા-૦૧/૧૦/૨૦૨૩ ના રાત્રીના મોરબી તાલુકાના નીંચી માંડલ ગામના સરપંચ પ્રદિપભાઇ કુંડારીયાએ ટેલીફોનથી જાણ કરેલ કે, એક નાનો બાળક નીંચી માંડલ ગામ ખાતે બસમાથી ઉતરી ગયેલ હોય અને હાલે નીંચી માંડલ ગામમા ભુલો પડેલ છે તેમ જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટરની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભુલો પડેલ બાળક પાસે રૂબરૂ જઇને આ બાળકની પુછપરછ કરતા બાળકનું નામ વિજયભાઇ રમેશભાઇ મૈડા ઉ.વ-૮ આદીવાસી રહે.રામપુર ગામ તા-રાણાપુર જી-જામ્બુવા (એમ.પી) વાળો હોવાનુ જણાવેલ હોય જે રાણાપરુ (એમ.પી)થી મોરબી તરફ આવતી બસમા બેસી ગયેલ હોય અને નીંચી માંડલ ગામ ખાતે ભુલથી નીચે ઉતરી ગયેલ હોય અને ભુલો પડેલ હોવાનુ જણાવેલ હોય જેથી બાળકે જણાવેલ સરનામે રામપુરા ગામ તા-રાણાપુર જી-જામ્બુવા (એમ.પી) ખાતે તપાસ કરતા બાળકના સગા મામા હાલે ખોડાપીપર ગામ તા-પડધરી જી-રાજકોટ ખાતે ખેતી કામ કરતા હોય જેઓનો સંપર્ક કરીને બાળકના મામા પપ્પુભાઇ કિશનભાઇ ડામોર જાતે આદીવાસી ઉ.વ-૨૦ ધંધો-ખેતમજુરી રહે હાલ- ખોડા પીપર ગામ ઓટાળાની સીમમા સુરેશભાઇ લાલજીભાઇ પટેલની વાડીમા તા-પડધરી જી-રાજકોટ મુળગામ-કુરાનીગામ તા-સાતપુર જી છતરપુર (એમ.પી) મો.નં-૯૧૦૬૨૨૨૧૮૫/૮૧૨૮૭૬૭૩૩૧વાળા ને બાળકને હેમખેમ સુપ્રત કરવામા આવેલ છે અને તેના સંબધી વીજયને શોધતા હોય જે હેમખેમ મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો.
આમ, મિલન કરાવી મોરબી તાલુકા પોલીસે માનવાતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે. વીજયને પોતાના સગા મામા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસે માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.