મોરબીના રંગપર ગામે કારમાંથી વિદેશી દારૂની ૦૩ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ સામે લીઝાર્ટ સીરામીકની બાજુમાંથી આઇ-૧૦ કારમાથી વિદેશી દારૂની ૦૩ બોટલ જેની કિંમત રૂપિયા ૩૯૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૫,૦૩,૯૦૦ નાં મુદામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી હુંડાઈ કંપનીની આઇ.૧૦ ની ઓસ ફોર વ્હીલ રજીસ્ટર નંબર -જીજે-૩૬- એ.પી-૪૫૩૭મા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૩૯૦૦ તથા ફોર વ્હીલ કાર કિં રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૫,૦૩,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ગજાનંન્દ ભરત મહંતો (ઉ.વ.૩૦) રહે. રંગપર ગામ તા. મોરબી મૂળ રહે. બીહારવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.