મોરબીના રવાપર ઘુનડા રોડ પર ગાડી પાર્કિંગમાથી લેવા બાબતે માતા-પુત્રને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યા
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રામસેતુ સોસાયટીમા શુભ એપાર્ટમેન્ટમાં યુવકના સામેના એપાર્ટમેન્ટમા રહેતા શખ્સની ગાડી પાર્કિંગમાથી લેવા બાબતે ગાળો બોલતા જે યુવકે ગાળો આપવાની ના પાડતાં યુવક તથા તેની માતાને બે શખ્સોએ લાકડી વડે મારમાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ રામસેતુ સોસાયટી સહજાનંદ એપાર્ટમેન્ટ ૭૦૨ માં રહેતા ભાવીનભાઈ રમેશભાઈ ગડારા (ઉ.વ.૩૨) એ આરોપી સુરેશભાઈ નાનજીભાઈ મીયાત્રા તથા લાલાભાઈ નાનજીભાઈ મીયાત્રા રહે. બંને રવાપર ઘુનડા રોડ રામસેતુ સોસાયટી શુભ એપાર્ટમેન્ટ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સામેના એપર્ટ્મેન્ટમા રહેતા સુરેશભાઇની ગાડી પાકિંગમાથી લેવા બાબતે ગાળો બોલતા જે ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા સુરેશભાઈ મીયાત્રાએ ફરીયાદીને માથામા ઇટ પકડી એક ઘા માથામા મારતા તથા તેના ઘરેથી તેના ભાઇ લાલાભાઇ ને બોલાવી તે તથા તેના ભાઇ લાલભાઇએ લાકડી લઇ આવી ફરીયાદીને તથા ફરીયાદીની માતાને લાકડી વડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.