મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે.
ત્યારે આ વર્ષે પણ તારીખ 26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીએ સવારે ૦૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૦૬ સોસાયટીમાં ભવ્ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તા.૨૬ ઓગસ્ટે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ તથા રાત્રે ૧૨:૧૫ કલાકે હરસિદ્ધિ હનુમાનજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ કાર્યક્રમમાં તમાંમ રાજનગર તથ આસપાસના સોસાયટીના તમામ ભાઈઓ બહેનોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોધ:- દેરેક ભક્તજનોએ પોતાની આરતી ખાલી થાળી તૈયાર કરી લાવવી. આરતી માટે જરૂરી સામાન જેવા કે કોળીયો, દિવેલ, વાટ વગેરે આયોજકો દ્વારા અપવામાં આવશે.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...