Monday, April 29, 2024

મોરબીના રામકૃષ્ણનગરમા યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી : મોરબીના સામા કાંઠે રામકૃષ્ણનગરમા યુવકને આરોપીઓ સાથે ફોનમાં બોલાચાલી થયેલ હોય જે બાબતે ખાર રાખી બે શખ્સોએ યુવકને માર મારી છરી વડે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે રામકૃષ્ણનગરમા શનીભાઈ ઉર્ફે વેલા રમેશભાઈ લાલુકીયા (ઉ.વ.૩૨) એ આરોપી નવઘણ તથા નવઘણનો ભાણેજ લાલો રહે. બંને મોરબીવાળ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૪-૨૦૨૪ ના રોજ મોડી સાંજના સાતેક વાગ્યા વખતે ફરીયાદી તથા આરોપી નવઘણને ફોનમા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી નવઘણે ફરીયાદીને ફોન કરી બોલાવી ફરીયાદી ત્યા જતા આરોપીઓએ ભેગા મળી ફરીયાદીને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી આરોપી લાલાએ છરી વડે ફરીયાદીને મારવા જતા ફરીયાદીએ હાથ આડો નાખતા જમણા હાથમા છરી વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર શનીભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર