Tuesday, April 30, 2024

હળવદના ચરાડવા ગામ નજીક ટ્રક પાછળ એક્ટીવા ભટકાતાં બે યુવકના મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે મોરબી હળવદ રોડ પર બંધ ટ્રક પાછળ એક્ટીવા ભટકાતાં બે યુવકના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા મહેશભાઇ દેવશીભાઇ સાકરીયા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રેઈલર ટ્રક નં – RJ-52-GA-9129 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ફરીયાદીના ભાઈ જયરાજભાઈ દેવશીભાઈ સાકરીયા ઉ.વ.૨૮ નાનો ઉપરોક્ત જણાવેલ સ્થળ અને સમયે તેનું એકટીવા મોટરસાયકલ નંબર GJ-13-BC-6884 નું લઈને તેના મિત્ર રાજેશસીંગ પઠાનસીંગ ઉ.વ.૨૬ હાલ રહે.ચરાડવા તા. હળવદ જી. મોરબી મૂળ રહે. ભૈસોન, આગરા ઉતરપ્રદેશ નાને પાછળ બેસાડી મોરબી ઘૂટું ગામ થી ચરાડવા તરફ આવતા હતા ત્યારે ચરાડવા ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે પહોચતા એક ટ્રેઈલર ટ્રક નંબર RJ- 52- GA- 9129 ના ચાલકે પોતાના હવાલા વાળું ટ્રેઈલર વાહન જાહેર રોડ પર કોઈપણ પ્રકારના ઈન્ડીકેટર આપ્યા વગર કે નીશાની મૂક્યા વગર અડચણરૂપ અને ભયજનક રીતે ઊભૂ રાખતા તેમાં એકટીવા ભટકાય જતાં અકસ્માત કરી ફરીયાદીના ભાઈ જયરાજભાઈ તથા તેના મિત્ર રાજેશસીંગને ગંભીર ઈજાઓ પહોચાડી બંન્નેનું મોત નીપજાવી ટ્રેઈલર મૂકી નાસી આરોપી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે મહેશભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૮૩,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ -૧૩૫,૧૭૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર