Thursday, May 16, 2024

ટંકારાના મિતાણા ગામ પાસે એરવાલ્વમાથી ગેરકાયદેસર કનેક્શન આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે બાપા સીતારામ હોટેલની સામે આરોપીએ પાણી પૂરવઠો જરૂર કરતા વધુ પાણી માણસોને ઘરવપરાશ માટે ગેરકાયદેસર એરવાલ્વમાથી કનેક્શન આપી તેમજ સરકારી કનેક્શનોમા નુકસાન કરી પાણીનો બગાડ કરનાર આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ પર મહાદેવનગર સોસાયટીમાં તુલસી નિવાસમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા દિનેશભાઇ મગનભાઈ કણસાગરા (ઉ.વ.૫૨) એ આરોપી પરસોતમભાઈ લવજીભાઈ સંઘાણી રહે. હરબટીયાળી તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૨-૨૦૨૪ ના રોજ સાંજના સમયે ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે બાપા સીતારામ હોટેલની સામે GWIL(ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ મોરબી) હેઠળ આવેલ ફરીયાદીના કોન્ટ્રાકટ કાર્યક્ષેત્રમા આવેલા આરોપીએ પાણીપુરવઠો જરૂર કરતા વધુ પાણી માણસોને ઘરવપરાશ માટે ગેરકાયદેસર એરવાલ્વમાથી કનેક્શનો આપી તેમજ બન્ને સરકારી કનેકશનોમા નુકશાન કરી પાણીનો બગાડ કર્યો હતો. જેથી દિનેશભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૪૩૦ તથા ગુજરાત ધરવપરાશ પાણી પુરવઠા(સંરક્ષણ) અધીનીયમ ૨૦૧૯ ની કલમ ૧૦(૧),11(6),સાર્વજનીક મિલ્કતોને નુકશાન અટકાવવાનો અધિનિયમનની કલમ ૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર