મોરબી: મોરબીના રંગપર બેલા રોડ ઉપર આવેલ કોયો સીરામીકમા સ્પ્રેડાયરની ચિમની માથે પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના રંગપર બેલા રોડ ઉપર આવેલ કોયો સીરામીકમા રહેતા અને ધંધો મજુરી કરતી રામકન્યા વર્મા નામની મહિલા ઉપર સ્પ્રેડાયર ચિમની પડતા મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વધું પવનાના કારણે ચિમની પડી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામા આવી રહ્યું છે.
