મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે કડવાચોથના દીવસે પતિને વહેલુ આવવા કહેલ પતિએ કામ હોવાથી મોડુ થાશે તેમ કહેતા માઠુ લાગી આવતા પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા આરતીબા જયદીપસિંહ ઝાલા (ઉ.વ.૨૧) એ ગત તા ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે આરતીબાને કડવાચોથનુ વ્રત હોય જેથી પોતાના પતિને કામથી વ્હેલા ઘરે આવવા કહેતા પોતાના પતિએ કહેલ કે પોતાને કામ છે. જેથી મોડુ થાશે જે બાબતે લાગી આવતા પોતાની જાતે રૂમમા પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકનસર ગામે કોઈ કારણસર દવા પી જતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ફાલેર (ઉ.વ.૫૦) એ કોઈ કારણસર પોતાના ઘરે દવા પી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર...
મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૦૭ માં આરોપીની ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ...