મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં પત્તા ટીચતા બે મહીલા સહિત ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટ ફલેટમા તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ જુગારીઓને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૩ આરોપી નીતાબેન દેવજીભાઈ બોડાના કબ્જા ભોગવટાવાળા ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી નીતાબેન દેવજીભાઇ બોડા (રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૩), જોશનાબેન સંજયભાઇ રાઠોડ (રહે.મોરબી રવાપર ધુનડારોડ સરદાર ટાવર સામે ), તથા સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ ( રહે.મોરબી રવાપર ધુનડારોડ સરદાર ટાવર પાસે) ને રોકડા રૂપીયા ૨૩૧૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.