મોરબીના રોહીદાસપરામા એસીડ પિ જતાં યુવકનું મોત
મોરબી: મોરબીના વીસીપરા રોહીદાસપરા શેરી નં -૫ મા રહેતો યુવકનું એસિડ પિ જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા રોહિદાસપરા શેરી નં-૫મા રહેતા રમેશભાઇ મનસુખભાઇ ચૌહાણે ગત તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણોસર એસીડ પિ જતા તેના પરિવારના સભ્યો સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા લાવતા પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.