મોરબીના રોહીદાસપરામા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના રોહીદાસપરામા વંડા પાસે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરામા વંડા પાસે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો વિનોદભાઈ રવજીભાઈ ચૌહાણ, અનીલભાઈ મનોજભાઇ ચૌહાણ, વિશાલભાઈ ડાયાભાઇ ચૌહાણ, મહેશભાઈ ખેંગારભાઈ સોલંકી, સુભાષભાઈ ઉર્ફે સીંધો મુળજીભાઈ બોસીયા રહે તમામ રોહિદાસપરા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૪૪૬૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.