મોરબીના સામાકાંઠે નજરબાગ ફાટક નજીકથી વિદેશી દારૂની 06 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક સામેથી વિદેશી દારૂની ૦૬ બોટલ કિં રૂ. ૬૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક સામેથી વિદેશી દારૂની ૦૬ બોટલ કિં રૂ. ૬૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) રહે. સો ઓરડી વરીયાનગર મસ્જીદવાળી શેરી મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.