શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક, શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે,મોરબીમાં રામજીભાઈ જાકાસણીયા, દેવકરણભાઈ સુરાણી જેવા શિક્ષકો નિવૃત્ત બાદ પણ પ્રવૃતિસીલ રહીને શાળાઓમાં જઈ પોતાનામાં રહેલ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.એમાં વધુ એક મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા નામના નિવૃત્ત શિક્ષકનું નામ ઉમેરાયું છે.
જેઓએ ટંકારા તાલુકાના સીઆરસી અને બીઆરસી તરીકે,જુના લીલાપર, નવી પીપળી અને મહેન્દ્રનગર શાળામાં આચાર્ય તરીકે કામગીરી કરી છેલ્લા એક વર્ષથી વય નિવૃત થયા છે,નિવૃત્તિ વખતે એમની પાસે 200 હક રજા હતી છતાં રજા ભોગવ્યા વગર નિવૃત થયા હતા.હજુ પણ શાળા પ્રત્યે બાળકો પ્રત્યે એટલો જ લગાવ હોય અવારનવાર જુદી જુદી શાળાઓમાં જાય છે અને મહાદેવભાઈ સાંઈઠ વર્ષની ઉંમરે પણ અભીનય ગીત દ્વારા, બાળવાર્તા દ્વારા બાળકોને મજા કરાવે છે,આજ રોજ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના બાળકોને મહાદેવભાઈએ અવનવા અભિનય બાળગીતો, બાળવાર્તાઓ અભિનય સાથે હાવ ભાવ સાથે રજૂ કરી ખુબજ મજા કરાવી હતી.
બંને શાળા વતી દિનેશભાઈ કાનગડે મહાદેવભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરી આભાર પ્રકટ કર્યો હતો.
મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર સી.સી.રોડ તથા નવી ડ્રેનેજ લાઈન નાખવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત મોકલવામાં આવેલ જે અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે જેથી આ રોડનો DPR તૈયાર મોરબી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
જેમાં અંદાજીત ૧૨ મીટર...