Friday, May 17, 2024

મોરબીના ત્રણેય વિધાનસભા મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણુંક કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ શકે અને ચૂંટણીનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તેમજ રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય તે હેતુસર જિલ્લામાં સમાવિષ્ટ પ્રત્યેક મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે મદદનીશ કમિશનર સેન્ટ્રલ જીએસટી, મોરબી ડિવિઝન-૧ ના અધિક્ષક આર.જે. જાડેજા, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે અધિક્ષક કમિશનર ઇન્કમટેક્સના આવકવેરા અધિકારી ચંદ્રેશભાઇ જોશી તેમજ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે મદદનીશ કમિશનર સેન્ટ્રલ જીએસટી, મોરબી ડિવિઝન-૨ ના અધિક્ષક નીરજભાઈ દવેની નિમણુક કરવામાં આવી છે.

આ અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચની વખતની સૂચનાઓ તથા ખર્ચ નિરીક્ષકશ્રીની સુચના તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી મળતી સૂચનાઓ મુજબની કામગીરી કરવાની રહેશે. ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે તે તારીખથી મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકેની ફાળવેલ મત વિભાગ વિસ્તાર માટે કામગીરી કરવાની રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર