Wednesday, May 15, 2024

જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધાના ફોર્મ ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત વિભાગ- “અ” માં ૦૭ વર્ષથી ઉપરના ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. વિભાગ- “બ” માં ૧૦ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જ્યારે ખુલ્લા વિભાગમાં ૦૭ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં, વિભાગ- “અ” તથા વિભાગ- “બ” માં વકૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિંબધ, લગ્નગીત, લોક-વાદ્ય સંગીત ઉપરાંત, ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ, સમુહગીત, લોકનૃત્ય એમ “અ” વિભાગની કુલ-૦૭, “બ” વિભાગની કુલ ૦૭ અને ખુલ્લા વિભાગની કુલ -૦૬ એમ કુલ-૨૦ કૃતિનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૨૪/૦૯/૨૦૨૨ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૨૪/૦૯/૨૦૨૨ બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર