મોરબી: શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેશ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે.
ત્યારે મોરબીના સામાકાઠે આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી ઉમા ટાઉનશીપની પાછળના ભાગે આવેલ ત્રંબકેશ્વર મહાદેવના મંદિર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રાવણ માસમાં દર સોમવારે ફરાળ અને બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ફરાળ તથા બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરાળ, બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
