Tuesday, May 13, 2025

મોરબીના ઉટબેટ શામપર ગામે યુવકને એક શખ્સે મારમાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઉટબેટ શામપર ગામે યુવકની ભેંસ પાદરમાં આવેલ ખેતરમાં નુકસાન કરેલ હોય જે બાબતેનો ખાર રાખી યુવકને એક શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉટબેટ શામપર ગામે રહેતા કાંતીભાઇ મલાભાઈ ચાવડા ઉ.વ.૪૬ વાળાએ તેમના જ ગામના આરોપી નટવરભાઈ ધરમશીભાઈ પરમાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૭-૨૦૨૩ ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ ફરીયાદીની ભેસ ગઇકાલ ના રોજ આરોપી નટવરભાઇ ધરમશીભાઇ પરમારના ઉટબેટ શામપર ગામના પાદરમા આવેલ ખેતરમા જઇ નુકસાન કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપીએ તેમના ગ્રામ પંચાયત પાસે ફરીયાદી સાથે જાહેરમા બોલાચાલી ઝઘડો કરી જાતીપ્રત્યે અપમાનીત કરી ભુડાબોલી ગાળો આપી શરીરે મુઢમાર તથા ગાલ ઉપર બે થપડ મારી સામાન્ય મુઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર કાંતીભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૩૨૩,૫૦૪ એટ્રોસીટી એકટ કલમ-૩(૨)(૫-એ), ૩(૧)(આર)(એસ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર