મોરબીના વાવડી રોડ પર બે કારમાંથી વિદેશી દારૂની 96 બોટલો સાથે ત્રણ ઝડપાયા
મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક માં બે કારમાંથી વિદેશી દારૂની 96 બોટલ કિં રૂ. ૧,૨૪,૮૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૦,૨૪,૮૦૦ નાં મુદામાલ સાથે ત્રણ ઇસમોને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત રાહે બાતમી મળેલ કે મોરબી વાવડી રોડ મીરાપાર્ક ના બે કારમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે રેઇડ કરતા વિદેશીદારૂ તથા કાર/બોલેરોમા ભરેલ વિદેશીદારૂ સાથે મળી આવતા વિદેશીદારૂ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૧,૨૪,૮૦૦/- તથા બંને કાર મળી કુલ રૂ.૧૦,૨૪,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ત્રણ ઈસમો કિશનસીંહ ઉદેસિંહ સીસોદીયા (ઉ.વ.૩૧) રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર લક્ષ્મણભાઇ મારવાડી ના મકાનમાં મુળ રહે.નીમ્બાવાસ તા.ભીનમાલ જી.જાલોર (રાજસ્થાન), પ્રતિપાલસિંહ મહેશસિહ જીલુભા રાણા (ઉ.વ.રર) રહે. મોરબી વાવડી રોડ મિરાપાર્ક મુળરહે.ભાલાળા તા.લખતર જી.સુરેન્દ્રનગર,તથા રામદેવસિંહ સુખદેવસિંહ ગોપાલસિંહ જાદવ (ઉ.વ.૨૪) રહે.સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ઓફીસ સામે ઘંટીવાળી ગલ્લીવાળા સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.