મોરબી: મોરબીમાં નવલખી ફાટક પાસે યોગી વિદ્યાલય પાછળ વીસીપરામા કામ કરતી વેળાએ ઈલેક્ટ્રીક તાર ને અડકી જતા શોક લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ વાડજ અમદાવાદમાં રહેતા નથુલાલ સોહમ સરફોટા (ઉ.વ.૨૧) નામનો યુવક મોરબીમાં નવલખી ફાટક પાસે યોગી વિધ્યાલય પાછળ વીસીપરામા મકાનનું સેન્ટીંગ કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર ઈલેક્ટ્રીક તારને સ્પર્શ થતા શોટ- સર્કિટ થતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકનસર ગામે કોઈ કારણસર દવા પી જતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ફાલેર (ઉ.વ.૫૦) એ કોઈ કારણસર પોતાના ઘરે દવા પી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર...
મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૦૭ માં આરોપીની ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ...